Theme

Theme

Karsanbhai maru

દરેક બહેનો ને લગ્ન જીવન પછી અર્ચનાને સાસૂમા મળ્યા એવા સાસૂમા દરેક બહેનો ને મળે એવી એવી ભગવાન ને પ્રાર્થના... !!! 


અર્ચના એ દિકરી ને જન્મ આપ્યો નોર્મલ ડીલીવરી થવાના કારણે એ જ દિવસે હોસ્પિટલમાંથી રજા પણ જલદી મળી ગઈ પહેલું જ બાળક હતું ઘરમાં બધા જ ખુશ હતાં. 


સાસુમા વહું ના આરામ માટે બાજુનાં રુમ માં બેડ વ્યવસ્થિત કરતાં હતા. વહું સાંજે ઘરે આવી દિકરી ની અને અર્ચના ની ખબર જોવા સગાં સંબંધીઓ અને પડોશીઓ આવવા લાગ્યા. 


સાસુમા ઘરનું કામ પણ કરતા અર્ચના અને એની દિકરી નું પણ ધ્યાન રાખતાં અને સાથે સાથે અર્ચના અને દિકરી ની ખબર જોવા આવતા સગાં સંબંધીઓ નું પણ સ્વાગત કરતા ધ્યાન રાખતાં.


જે જે સગાં સંબંધીઓ પડોશીઓ 

અર્ચના ની ખબર જોવા આવતા એ બધાં અર્ચના ના સાસૂમા ને શીખામણ આપીને જતા પણ બધા જ એકસરખા થોડા હોય 

આ બધું અર્ચનાને સંભળાય રહ્યું હતું.


તેજ સમયે એક પડોશી ની પત્ની આવી અને અર્ચના ની સાસૂમા ને શીખામણ આપવા લાગી. અર્ચના ની સાસૂમા ને કહેવા લાગી કે પહેલાં તો આપણે પ્રસૂતિ ડીલીવરી ના સમયે મેવો ગુંદરપાક ઘી કાજૂ બદામ પિસ્તા બધું નાખી ને લાડવા બનાવતા હતા આપણી દીકરીઓ માટે પણ આ તો તમારી વહું છે અને જો તમારી વહું એ દિકરી ને જન્મ આપ્યો તો 

જરા વિચારો બદામ ખૂબજ મહેગી છે થોડું ઓછું હશે તો પણ ચાલી જાય એટલાં માટે મારી વાત માનો 500 ગ્રામ ને બદલે 150 ગ્રામ લઈ લેશો તો પણ ચાલશે અને થોડો મેવો ઓછો કરી નાખશો તો પણ ચાલે અને લાડવા ઓછા ના બને એટલા માટે ઘઉ લોટ વધારે લાવી દેવાનો


અર્ચના ની સાસૂમા પડોશી ની પત્ની શિખામણ આપી રહી હતી એ સાંભળતા રહ્યા. પછી પડોશી ની પત્ની જતી રહી પછી અર્ચના ના સસરા બોલ્યા સાંભળો હું બજાર જાવ છું તું મને લખાવી દે શું શું લાવવાનું છે કોઈ ચીજ બાકી ના રહે.


અર્ચના ની સાસૂમાએ બધો સામાન લખાવ્યો. દરેક ચીજ વસ્તુ પોતાની દિકરી ની ડીલીવરી સમયે મંગાવી હતી એના કરતા ડબલ મંગાવી ત્યારે અર્ચના ના સસરા પુછવા લાગ્યા આ વખતે સામાન વધારે કેમ....?

શું તું પણ લાડવા ખાવાની છો...?


ત્યારે અર્ચના ની સાસૂમા બોલી જયારે આપણી દિકરી ની ડીલીવરી થઈ હતી ત્યારે આપણા ઘરની પરિસ્થિતિ સારી ન હતી અને આવાક પણ ઓછી હતી 


ત્યારે તમે એકલા કમાતા હતા હવે તો આપણો દિકરો પણ કમાય છે.એટલા માટે હું એવું ઇચ્છું છું કે આપણી વહું ની ડીલીવરી ના સમયે હું એ બધી જ ચીજ-વસ્તુઓ બનાવું જે હું આપણી દિકરી ની ડીલીવરી ના સમયે ના બનાવી શકયા, 


શું વહું આપણી દિકરી નથી અને સૌથી મોટી એ વાત કે ડીલીવરી ના સમયે વહું અને આવનારા સંતાન બંને ને તકલીફ ના થાય એટલા માટે મે બધી ચીજ- વસ્તુઓ બદામ કાજુ વધારે લખાવી.


વહું ને લાડવા નાખીને ખવડાવીશ અને સાથે સાથે હલવો બનાવી ને ખવડાવીશ કેમ કે વહું ને કમજોરી ના આવે અને અર્ચના ની નાની ઢીંગલી સ્વસ્થ રહે. 


અર્ચના આ બધું અંદર સાંભળી રહી હતી અને અર્ચના મનમાં ને મનમાં ખુશ થઈ રહી હતી કે હું કેટલી નસીબદાર છું કે મને પોતાની મમ્મી જેવા સાસુમા મળ્યા. 


અને થોડીવાર પછી અર્ચના ના સાસૂમા અંદર આવ્યા ત્યારે અર્ચના નો બોલી શું હું તમને મમ્મીજી ની જગ્યા એ 


મમ્મી કહું.....?


પછી શું બંને ના આંખો માં આંસુ હતા... !!!!!


આ સ્ટોરી પરથી હું દરેક માતાઓ બહેનો ને એટલું કહેવા માગું છું કે કોઈ ની શિખામણ થી ચઢામણી થી પોતાની વહું ની જિંદગી બરબાદ ના કરશો. એ તો સારું થયું અર્ચના ના સાસૂમા સમજદાર હતા. 


 

Report Page