Summer

Summer

મયુર

ઉનાળો


📤🏮🏮મે મહિનાની અકળાવતી ગરમી, બપોર ના બળતો તડકો પરસેવા થી રેબઝેબ કરી નાખે ગરમી, તાપ થી બચવા પંખાની હવા ખાવા બેસી જઇયે અને ફ્રીજ નું ઠંડુ પાણી ગટગટાવી જઇયે...! રાત્રે ઠંડો પવન-વરસાદ, તેની હવા લાગે, ભીંજાય જવાય અને બીજે દિવસે સવારે ઉઠતા શરદી , તાવ અને છાતી માં કફ ને ઉધરસ અને માથું દુખાવાથી ફાટી જતું હોય, જીભ હોઠ સુકાતા હોય, ઠંડા પાણી ની તીવ્ર ઈચ્છા થતી હોય, હાથ પગ માં દુખાવો હોય અને કબજિયાત હેરાન કરી ચુકે તો  બ્રાયોનિયા 30 (Bryonia Alba.)લેવી...

*🏮🛒🏮🛒વૈશાખના વાયરા-એટલે રોગ ના વાયરા, કેરીના , તરબૂચના, આઈસ્ક્રીમના, ઠંડા પીણાં ને લગ્નના વાયરા આ બધા પછી Food Poisoning અથવા ગેસ્ટ્રો ના વાયરા આ બધું ખાવા -પીવાથી ઝાડા-ઉલટી થઈ પડે, ચડી આવે, કે મલેરિયા, , કે ટાઇફોઇડ થઈ જાય જાય તો આર્સેનિક (Ars. Alb. ) 6 ને રાખજો ...*

         🚪🛋🚪🛋ધખધખતો તડકો, માથું ફાટી જાય, ગરમી થી ચક્કર-મોળ આવે, લૂ લાગી જાય, ઓચિંતો તાવ નો પારો ચઢી જાય. મોઢું-આંખ લાલચોળ થઈ જાય , ક્યારેક દર્દી તાવ સાથે બળબળાટ કરે, શરદી , છીકો, માથાનો દુખાવો થાય ત્યારે પ્રાથમિક દવા બેલેડોના(Belladonna) 6 લઈ લેવી , તમને જરૂર ઉગારી લેશે ...

         🌕🌖🌖🌖ગરમીના કારણે ઝાડા થાય. સાથે પરુ (Mucus) અથવા લોહી પડે. ઝાડા ઉપરાંત પેટ માં ચૂંક આવે, પેટ માં બળતરા થાય, મરડાના (Dysentery) લક્ષણો હોય તો મર્ક સોલ (Merc. Sol.) 6 તમને તરત સાજા કરી દેશે. 

          * 🌕🌗🌕આકરા તાપના દિવસો માં રંગ-રંગના પીણા, આઈસ્ક્રીમ , બજારુ ખોરાક ખાઈએ અને તેમાં નો જો એક રંગ આપણને પકડી લે- તો ક્યારેક મચ્છરો આ રોગ ને ફેલાવે ને "રંગ દે બસંતી ચોલા-" જેમ આપણા શરીર ને પીળા રંગ થી રંગી દે તેનું નામ કમળો (Viral Hepatitis) ! કોઈ પણ જાતનો કમળો થાય તો તરત જ લઈ લેજો ચેલીડોનિયમ (Chelidonium) 30  .*

         * 🌕🌗🌖હવામાં ઊડતા દુષિત તત્વો શરીર માં પ્રવેશે અને ચર્મ રોગ ઉત્પન્ન કરે, ગરમી ના કારણે શરીર પાર અળાઈ(Rash), શીળશ (Urticaria), હરપીશ (Herpes),ફોડલાં (Blisters), ગુમડાં (Boils) થઇ આવે. કેરી ખાવાથી પણ ગુમડાં ફૂટી નીકળે। કેન દુખાવામાં લબકારા મારે, ગુમડા ફૂટતાં ન હોય અથવા ગરમી માં ઠંડાપીણા પીવાથી ગળા ની તકલીફો થતી હોય, ટોન્સિલ પાકતા હોય તો પછી રાહ કોની જોવી। બોલાવો હિપર સલ્ફર (Hepar Sulph.) 30.*

    

      * 🌕🌗🌖ગરમીનો તાપ અકળાવે, ઠંડા પીણા, આઈસ્ક્રીમ, મીઠાઈની મોજ ઉડાવે અને પછી અકળાવે અસ્થમા(Asthma) . અરામી ને કારણે જરા ચાલવું પડે, શ્રમ કરવો પડે તો ઉપડી પડે ડેમ, શરીરે ઠંડો પરસેવો વળી જાય, રાત્રે સુઈ ના શકાય, ગભરામણ થાય તો કોઈ તો 'નમાઝ' પડે તેવી રીતે સુઈ શકે. અને જેને ખાસ ઉનાળામાં જ ડેમ થતો હોય તો લઈ લેજો એક ડોઝ 'સીફીલીનમ (Siphilinum) 200' નો.. ! *

Report Page